HALVAD SMARK BHUMI NI VIKAS AAYOJN

હળવદના પાધરમાં રક્તરંગી માટીના પેટાળમાં આપણા પૂર્વજોનો ૧૪મી થી ૧૭મી સદીનો ઝળહળતો ઈતિહાસ વર્ષોથી મૂંગો ઉભો છે. બુંગીયાના સાદે બંને હાથમાં ખુલ્લી તલવારો લઈને જંગમાં પોતાના પ્રાણોની આહુતિઓ આપેલ ૮૧ જેટલા સતી-સુરા અને સંતોના પાળીયા અને સમાધીઓ આ હળવદની સોર્ય ભૂમિ ઉપર મોજુદ છે. તેમજ આપણી જ્ઞાતિનું પૌરાણિક સ્મશાન પણ આજ ભૂમિ પર આવેલું છે. આ સ્થળ પાવન પૌરાણિક અને દર્શનીય યાત્રાધામ તરીકે વિકાસ પામી શકે તેવું છે. આ સ્થળ હળવદના રેલ્વે સ્ટેશનની ઉત્તર બાજુ અડીખમ મોજુદ છે. જેમાં ચુડાસમા, વનરા, મકવાણા, ચૌહાણ, પરમાર, ચાવડા, રાઠોડ, વાઘેલા, ગોહીલ, નાગર, ઝાલા, સરવૈયા વિગેરે અનેક સાખના નામી-અનામી પાળીયા આવેલા છે, તેમજ શ્રી કુંવારિકા સતીમાંના દર્શને આપણી જ્ઞાતિ સિવાય અન્ય જ્ઞાતિના લોકો પણ બાધા, માનતા, આસ્થા લઈને આવે છે, જેમની આશાઓ અહીં પૂર્ણ થાય છે. જેના સચોટ પુરાવા હાલ પણ મોજુદ છે.