Mochi Samaj

વ્હાલા જ્ઞાતીજનો,

આપણા સમાજની આધુનિક યુગ ના જરુરીયાત ની માંગણી ને અનુલક્ષીને આપણા સમાજની ડાયનેમીક વેબસાઇટ  સમાજ ને સમર્પિત કરતા ઘણા આનંદ ની લાગણી અનુભવીએ છીએ.

આપણા લોકલાડિલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નું સ્વપ્ન ડીજીટલ ઇન્ડીયા દ્વારા આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી, આપણા દેશ ને વિશ્વની અંદર નવી ઉંચાઈના ફલક ઉપર લઈ જવા કટિબદ્ધ છે. 

આમ આ વિચાર ની મૂર્તિમંત કરવા આપણી જ્ઞાતીનો ફાળો કેમ ન હોય ?

તે વિચાર સાથે આપણે જ્ઞાતી વિકાસ અને જ્ઞાતિ ના યુવાનો અને યુવતીઓ ને જીવન સાથી પસંદગી માટે એક સુંદર પ્લેટફોર્મ એટલે ડાયનેમીક વેબસાઇટ www.findmochi.com  મોચી સમાજ ના તમામ વડીલો ના આશીર્વાદ અને યુવાનો ના સાથ સહકાર થી આપની સમક્ષ રજૂ કરીએ છીએ. જેનો ઘણો અંત:કરણ થી આનંદ અનુભવીએ છીએ.

આમ તો કહેવાય છે કે દંપતી ની જોડી સ્વર્ગ માં નક્કી થાય છે. પેહલા તો વડીલો દ્વારા આ કાર્યઠતું હતું પરંતુ હવે સમય ન અભાવે ઉપલબદ્ધ અનુકૂળતા હોવી રહી નથી.

તેથી અમે FindMochi દ્વારા પસંદગી ના વ્યાપ વિસ્તાર અને વિકલ્પો માં અનેક ગણો વધારો કરી યુવાનો અને વડીલો ની સમસ્યા હળવી થાય તેવો પ્રયાસ છે .